Rajkot news: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં વિશાળ ખેડૂત સંમેલન, જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજકોટ આવશે. આગામી 22 તારી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજકોટ આવશે. આગામી 22 તારીખે અમિત શાહ રાજકોટની મુલાકાતે છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કની સામાન્ય સભામાં હાજરી આપશે. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કરશે.
ડિસ્ટ્રિક્ટ બેન્કની સામાન્ય સભામાં પણ હાજરી આપશે
રાજકોટના રેસકોર્ટ ગ્રાઉન્ડ ખાતે ડિસ્ટ્રિક્ટ બેન્કની સામાન્ય સભામાં પણ હાજરી આપશે. મળતા અહેવાલ પ્રમાણે અમિત શાહની હાજરીમાં 50 હજારથી વધુ ખેડૂતોનું સંમેલન યોજાશે. આ સંમેલનથી જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન યોજશે. રાજકોટ જિલ્લા બેન્ક ભવનમાં કદાવર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલ રાદડિયાના સ્ટેચ્યુનું અનાવરણ કરશે. થોડાક દિવસ પહેલા જ જયેશ રાદડિયા અને અમિત શાહની મુલાકાત થઈ હતી.


