મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: ગોંડલ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલક મહિલાને ટક્કર મારી ફરાર

રાજ્યના રાજકોટમાં હિટ એન્ડ રનની વધુ એક દુર્ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે આ દુર્ઘટના ગોંડલ

Rajkot news: ગોંડલ ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના, બેફામ કાર ચાલક મહિલાને ટક્કર મારી ફરાર

રાજ્યના રાજકોટમાં હિટ એન્ડ રનની વધુ એક દુર્ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે આ દુર્ઘટના ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલ રામાધાણી હોટલ પાસે બની હતી. બેફામ કાર ચાલકે મહિલાને ઉડાવીને ફરાર થયો હતો.

મહિલાને ટક્કર મારી કાર ચાલક ફરાર

મહિલા રસ્તો ક્રોસ કરતી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. કારે એટલી જોરથી ટક્કર મારી હતી કે રસ્તો ક્રોસ કરી મહિલા હવામાં ફંગોળાઈ હતી. આ દુર્ઘટનામાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થયો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો