Rajkot news: હનુમાન મઢીના ચોક પાસે ડમ્પર ચાલકે યુવતીને કચડી, ઘટનાસ્થળ પર જ મોત
રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલ

રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે એક કોલેજિયન યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીનું નામ જુહી નડિયાપરા હોવાનું જાણવા મળ્યું છે.
પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે મારી ટક્કર
પ્રાથમિક માહિતી મુજબ, જુહી નડિયાપરા પોતાની બહેનપણી સાથે કોલેજ જવા નીકળી હતી. થોડી જ વાર પહેલાં તેના પિતા તેને હનુમાન મઢી ચોક નજીક મૂકીને ગયા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર (નંબર: GJ.36.T.0197) ના ચાલકે જુહીને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
યુવતીનું મોત
આ ઘટના બાદ જુહીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે આક્રંદ જોવા મળ્યો હતો.





