મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકા 1350 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં નિષ્ફળ! સરકારી મિલકતોના પણ 75 કરોડ બાકી 

રાજકોટ મહાનગરપાલિકાએ અલગ અલગ આસામીઓ પાસેથી 1350 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસુ

રાજકોટ મહાનગરપાલિકા 1350 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં નિષ્ફળ! સરકારી મિલકતોના પણ 75 કરોડ બાકી 

રાજકોટ મહાનગરપાલિકાએ અલગ અલગ આસામીઓ પાસેથી 1350 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસુલવાનો બાકી છે. બેન્ક, મોલ, મોબાઇલ ટાવર અને રાજ્ય સરકારની અમુક કચેરીઓનો પણ વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. 

સરકારી મિલકતોના પણ 75 કરોડ રૂપિયાનો મિલકત વેરો બાકી છે. રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા બે મહિનામાં ટેક્સ બૂાકી રહેતા 50 હજાર આસામીઓને નોટિસ ફટકારી છે. 

400 કરોડનો પાણીવેરાનો ટેક્સ બાકી

રાજકોટમાં 5.50 લાખ જેટલી મિલકતોનો વેરો મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવે છે જેમાં પ્રામાણિક કરદાતાઓ માટે મે અને જૂન મહિનામાં વેરા વળતરની યોજના અમલમાં મુકવામાં આવી છે. અઢી લાખ કરતા વધુ ઇમાનદાર કરદાતાઓ પોતાનો મિલકત અને પાણીવેરો ચુકવી દેતા હોય છે. જોકે, સરકારી કચેરીઓ, મોલ, બેન્ક, પેટ્રોલ પંપ સહિત અડધા કરતાં પણ વધુ સમયસર વેરો ભરપાઇ કરતા ના હોવાથી મહાનગરપાલિકાના કરોડો રૂપિયા અટવાયા છે જેમાં બાકી પાણીવેરાનો આંકડો 400 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.

આ સમાચાર શેર કરો