રાજકોટ અગ્નિકાંડ મામલે સુઓમોટો સુનાવણીમાં હાઈકોર્ટનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Rajkot Gamezone Fire: ગુજરાતને હચમચાવનાર અને બાળકો સહિત 27

Rajkot Gamezone Fire: ગુજરાતને હચમચાવનાર અને બાળકો સહિત 27 જણાનો ભોગ લેનાર રાજકોટના TRP ગેમ ઝોનના અગ્નિકાંડનાં અઢારમાં દિવસે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રવણ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે.
સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી
રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બાળકો સહિત 27 લોકો હોમાયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. એડવોકેટ પંચાલે બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી તેવું કોર્ટ સમક્ષ જણાવ્યું.
બીયુ પરમિશન આપ્યા વગર વીજ જોડાણ આપવું જોઈએ નહીં
આ ઉપરાંત એડવોકેટ પંચાલે હાઈકોર્ટમાં જણાવ્યું કે હાઈરાઈઝ બિલ્ડિંગ, હોસ્પિટલ જેવા સ્થળોએ નિયમો અનુસાર ફાયર પ્રિવેન્શન સિસ્ટમ જરૂરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સમયે-સમયે ચેકિંગ કરવી જોઈએ. વધુમાં એડવોકેટ પંચાલે કહ્યું હતું કે બીયુ પરમિશન આપ્યા વગર વીજ જોડાણ આપવું જોઈએ નહી. આ ઉપરાંત એડવોકેટ પંચાલે કહ્યું કે મૃતકોના પરિવારને વળતર આરોપીઓના ખીસ્સામાંથી ચૂકવવામાં આવે.
મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી : હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા. SIT ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે. રાજકોટ ગેમઝોન, મોરબી પુલ તેમજ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહાનગર પાલિકાઓનું તંત્ર યોગ્ય કામ કરતું નથી.








