રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર, તત્કાલીન PI વી.એસ. વણઝારા અને PI ધોળા સસ્પેન્ડ
Rajkot Gamezone fire case PI VS Vanzara and PI Dhola suspended | Rajkot Gamezone fire case : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ અંગે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ર

Rajkot Gamezone fire case : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ અંગે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટનાની તપાસ કરી રહેલી SITના રિપોર્ટ બાદ વર્ષ 2021ના PI વી.એસ. વણઝારા PI ધોળાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 2021 માં આ બંને PI રાજકોટમાં હતા જેના માટે એસઆઇટી એ બંનેની જવાબદારી ફિક્સ કરી છે. ગૃહ વિભાગના રિપોર્ટ બાદ રાજ્યના DGP દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.




