રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠકકરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત
Rajkot Gamezone Fire : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠકકરની રાજસ્થાનના આ

Rajkot Gamezone Fire : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠકકરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેના સંબંધીના ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસ આ બાતમીને આધારે આબુરોડની બજારમાંથી ધવલ ઠક્કરની અટકાયત કરી છે. ધવલ ઠક્કરને રાજકોટ લાવવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવા સહિતની આગળ તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ત્રણ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર
અગ્નિકાંડના ત્રણ આરોપીઓ નીતીન જૈન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડને કોર્ટમ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈને કોર્ટે આ ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં સરકારી વકીલે કહ્યું કે 28 લોકોના મોત છતાં આરોપીઓના મોઢા પર શરમ નથી. આરોપીઓએ પોલીસને એકેય પ્રશ્નોના જવાબ આપ્યા નથી. ગેમઝોનમાં કેટલા લોકો કામ કરતા હતા જેનો જવાબ મળ્યો નથી. FSL અધિકારીઓએ તપાસ કરી જ્યાં માનવ અવશેષો મળી આવ્યા છે ત્યાં આરોપીઓને CCTV ફૂટેજ દેખાડવામાં આવ્યા છતાં તેના કર્મચારીઓને ઓળખી શક્યા નથી.




