મોટા સમાચાર / રાજકોટ અગ્નિકાંડના ત્રણ આરોપીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડ મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર

Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડ મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની બદલી બાદ બીજા મોટા સમાચાર સામે આવ્યાં છે. અગ્નિકાંડના ત્રણ આરોપીઓ નીતીન જૈન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડને કોર્ટમ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈને કોર્ટે આ ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
28 લોકોના મોત છતાં આરોપીઓના મોઢા પર શરમ નથી - સરકારી વકીલ
કોર્ટમાં સરકારી વકીલે કહ્યું કે 28 લોકોના મોત છતાં આરોપીઓના મોઢા પર શરમ નથી. આરોપીઓએ પોલીસને એકેય પ્રશ્નોના જવાબ આપ્યા નથી. ગેમઝોનમાં કેટલા લોકો કામ કરતા હતા જેનો જવાબ મળ્યો નથી. FSL અધિકારીઓએ તપાસ કરી જ્યાં માનવ અવશેષો મળી આવ્યા છે ત્યાં આરોપીઓને CCTV ફૂટેજ દેખાડવામાં આવ્યા છતાં તેના કર્મચારીઓને ઓળખી શક્યા નથી.
સરકારી વકીલે કહ્યું કે FIR બાદ ઘણી વિગતો બહાર આવી છે. મૂળ ઘટનાના આગલા દિવસે પણ આગનો બનાવ બનાવ્યો હતો. શનિ-રવિની રજાનો લાભ લેવા માટે 500ની ટિકિટ 99 રૂપિયામાં જાહેર કરવામાં આવી હતી. આ ગેમઝોન માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. માત્ર ફી નક્કી કરવા પોલીસની મંજૂરી લીધી હતી. તેમ છતાં નક્કી કરતા વધુ ફી લેવામાં આવતી હતી.
બાર એસોસિએશનનો મહત્ત્વનો નિર્ણય - કોઈ વકીલ નહીં લડે આરોપીઓનો કેસ
રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, 'રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલુ હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઈને ગયા છે, ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમા કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. હમણા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવાનો મતલબ કે આ લોકો ક્યાંકને ક્યાંક કસૂરવાર છે.








