મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે Rajkot AIIMS ટૂંકી પડી!

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ-AIIMS એ ભારતની જાહેર તબીબી યુનિવર્સિટીઓનું એક પ્રતિષ્ઠિત જૂથ

ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે Rajkot AIIMS ટૂંકી પડી!

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ-AIIMS એ ભારતની જાહેર તબીબી યુનિવર્સિટીઓનું એક પ્રતિષ્ઠિત જૂથ છે. મુખ્ય AIIMS કેમ્પસ નવી દિલ્હીમાં આવેલું છે, અને દેશભરમાં 22 અન્ય AIIMS કેમ્પસ છે, જેમાનું એક રાજકોટમાં પણ છે. 

AIIMS દવા, નર્સિંગ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા તબીબી શિક્ષણ સાથે દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે, એવું કહેવામાં આવે છે. પણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં રાજકોટ સિવિલ સામે Rajkot AIIMS ટૂંકી પડી છે. 

Rajkot AIIMSના તબીબોએ બાળકીને સિવિલમાં મોકલી દીધી

રાજકોટની નિર્માણાધિન AIIMS હોસ્પિટલ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં નિષ્ફળ પુરવાર થઇ છે. બાળકોને થતો જીવલેણ ચંદીપુરા વાયરસની સારવાર કરવામાં Rajkot AIIMS હજુ સક્ષમ નથી.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની એક બાળકીને  ચંદીપુરા વાયરસ થયો હતો. આ બાળકીને પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ Rajkot AIIMS હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જો કે Rajkot AIIMS હોસ્પિટલના તબીબોએ આ બાળકીને સારવાર માટેસિવિલ હોસ્પિટલમાં રિફર કરી દીધી. જોકે સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બાળકીની  સારવાર કરી બાળકીને ચાંદીપુરા વાયરસમાંથી બહાર કાઢી હતી. રાજકોટ સિવિલના પીડીયાટ્રીક વિભાગ ડો.પંકજ બુચે માહિતી આપતા કહ્યું કે વિભાગના તબીબો દ્વારા 10 દિવસ સુધી સઘન સારવાર કરવામાં આવતા બાળકી સ્વસ્થ થઈ છે અને તેને રજા આપી દેવામાં આવી છે. 

સિવિલ હોસ્પિટલ કોઈ પણ પ્રકારનો વર્ક લોડ લેવા તૈયાર - PRO

ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના PRO ડો.હેતલ કયાડાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઈ પણ પ્રકારનો વર્ક લોડ લેવા તૈયાર છે. 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ દાખલ કરવામાં આવે છે, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 20 દર્દીઓ દાખલ થયા હતા અને જનાના હોસ્પિટલમાં હાલમાં 8 દર્દીઓ દાખલ છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાના 8 દર્દીઓના મૃત્યુ થયા, જેમાંથી એક દર્દી પોઝિટિવ હતું. 

તેમણે કહ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની સારવાર માટે એક અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલમાં 20 બેડની સુવિધા ઉપલબ્ધ છે, જરૂર પડ્યે બેડ વધારવામાં પણ આવશે.  સારવાર માટે આવતા શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈને ગાંધીનગર રીપોર્ટ કરવા માટે મોકલવામાં આવે છે, રીપોર્ટ આવતા ૮ દિવસ જેટલો સમય લાગે છે. 

ચાંદીપુરા વાયરસ તેમણે કહ્યું કે બાળકોના માતાપિતા ખાસ તકેદારી રાખે. બાળકોને તાવ,આંચકી આવે તો તાત્કાલિક સિવિલ  હોસ્પિટલમાં લઈને આવે. 

આ સમાચાર શેર કરો