રાજકોટ: પોલીસ ચોકીમાં જ મહિલા કોન્સ્ટેબલને લુખ્ખા તત્વે આપી ધમકી, 'જો તું બહાર નીકળી તો તને છરીના ઘા ઝીંકી દઈશ'
રાજ્યમાં અસમાજીક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહ

રાજ્યમાં અસમાજીક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરમાં સામાન્ય મહિલાની વાત તો ઠીક પણ મહિલા પોલીસ પણ સુરક્ષીત નથી. શહેરની ગુંદાવાડી પોલીસ ચોકીમાં એક લુખ્ખા તત્વએ પોલીસ ચોકીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. ધમાલ મચાવીને ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી.
હું થોરાળાનો ડોન છું, તું બહાર નીકળીશ તો તને છરીના ઘા ઝીંકી દઈશ
ગુંદાવાડી પોલીસ ચોકીમાં મહિલા હેડ કોન્સ્ટેબલ તોરલ જોષીને લુખ્ખા તત્વએ કહ્યું કે હું થોરાળાનો ડોન છું, તું બહાર નીકળીશ તો તને છરીના ઘા ઝીંકી દઈશ. એમ કહીને મહિલા પોલીસને ધમકી આપી હતી. તો બીજી તરફ આ શખ્સ આટલેથી અટક્યો નહીં અને PCR ઇન્ચાર્જ ને કાંઠલો પકડી ગાળો ભાંડી હતી.
મહિલા હેડ કોન્સ્ટેબલએ તરત જ કંટ્રોલરૂમમાં ફોન કર્યો
મહિલા હેડ કોન્સ્ટેબલએ તરત જ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. ઘટના બાદ પોલીસ કાફલો ચોકીમાં દોડી આવ્યો હતો. સમગ્ર મામલે મહિલા હેડ કોન્સ્ટેબલએ નોંધાવીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.






