મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

RAJKOT : ઇન્સ્યોરન્સ પોલીસીના નામે 61 હજારની છેતરપીંડી, નોંધાઈ પોલીસ ફરિયાદ

Rajkot News : રાજકોટમાં ઇન્સ્યોરન્સ પોલીસીના નામે 61 હજારની છેતરપીંડી થયાની ઘટના

RAJKOT :  ઇન્સ્યોરન્સ પોલીસીના નામે  61  હજારની  છેતરપીંડી, નોંધાઈ પોલીસ ફરિયાદ

Rajkot News : રાજકોટમાં ઇન્સ્યોરન્સ પોલીસીના નામે 61  હજારની છેતરપીંડી થયાની ઘટના સામે આવી છે. આ કેસમાં ભોગ બનનાર મહિલાએ ઇન્સ્યોરન્સ કંપની સામે પોલીસ તેમજ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે. 

ભોગ બનનાર મહિલા આશાબેન પટેલે કહ્યું કે પહેલા ગિફ્ટ માટે ફોન આવ્યો હતો. ગિફ્ટ લેવા ગયા તો ત્યાં ઇન્સ્યોરન્સ લેવા કહ્યું અને પરિવારના તમામ સભ્યો કવર થશે તેમજ પ્રેગ્નેન્સીનો ખર્ચ પણ વીમા કંપની આપશે એવું કહી વાર્ષિક રૂ.31500ના પ્રીમિયમની વીમા પોલિસી આપવામાં આવી. પન આ પોલિસીના કાગળો ઘરે આવ્યાં ત્યારે તેમના પતિના નામની એક્સિડન્ટ ઇન્શોયરન્સ પોલિસી હોવાનું સામે આવ્યું હતું. 

ભોગ બનનાર મહિલાનો પતિ જયારે ગોંડલ રોડ પર રિલાયન્સ ઇન્સ્યોરન્સ કચેરીએ રજૂઆત કરવા ગયો ત્યારે માર મારવામાં આવ્યો હતો. આથી ભોગ બનનાર મહિલા અને તેના પરિવારે રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર અમીનાશ દેસાઈ અને સામ્યા દેસાઈ સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અને ફ્રોડની ફરિયાદ નોંધાવી છે, સાથે જૂન 2023 થી અત્યાર સુધીમાં 61 હજાર રૂપિયાની છેતરપીંડી થઈ તે રૂપિયા પરત કરાવવામાં આવે તેવી માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો