મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા / પાલનપુરના શિવધારા વોટરપાર્કમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના મલાણા ગામ નજીક આવેલા શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટમા

બનાસકાંઠા / પાલનપુરના શિવધારા વોટરપાર્કમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના  મલાણા ગામ નજીક આવેલા શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત થયું છે. મૃતક યુવક પિયુષ જૈન રાજસ્થાનના સાંચોરનો વતની હોવાનું જાણવા મળ્યું છે. યુવકમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી બાજું મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે  શિવધારા વોટરપાર્કમાં સુવિધાના અભાવને કારણે યુવકનું મોત થયું છે. 

શિવધારા વોટરપાર્કમાં અગાઉ પણ વિવાદ થયો હતો

શિવધારા વોટરપાર્કમાં આ અગાઉ પણ વિવાદ ઉભો થયો હતો. શિવધારા વોટરપાર્કમાં હાલ ગરમીથી રાહત મેળવવા આવેલ પર્યટકોએ વોટરપાર્કમાં લાંબા સમય સુધી વીજળી ના આવવા મામલે ભારે હંગામો મચાવ્યો હતો અને ટિકિટના પૈસા પરત માંગતા સિક્યુરિટી સાથે બોલાચાલી થઇ હતી.

શિવધારા વોટરપાર્કમાં મોટી સંખ્યામાં લોકો મોંઘીદાટ ટીકીટના પૈસા ચૂકવી આનંદ માણવા આવ્યા હતા જ્યાં લાંબો સમય વીજળી ન હોવાના કારણે પર્યટકો અકળાઈ ઉઠયા હતા અને લાઈટ અંગે રજુઆત કરતા કોઈ સરખો જવાબ ન મળતા પર્યટકોએ હોબાળો મચાવી ટીકીટના પૈસા પરત માંગતા મામલો બીચકયો હતો. પર્યટકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે રકઝક થતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. જોકે વોટરપાર્કમાં ટીકીટના નામે તગડી રકમ વસુલ કર્યા બાદ પૂરતી સુવિધાઓ આપવામાં સંચાલકોની મનમાની સામે પર્યટકો રોષ વ્યકત કર્યો હતો.

આ સમાચાર શેર કરો