મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં વરસાદી માહોલ યથાવત, ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

રાજ્ય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત

વલસાડમાં વરસાદી માહોલ યથાવત, ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

રાજ્ય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને વલસાડ શહેર અને ઉમરગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો હતો.

તંત્રે સૂચના જાહેર કરી

ઉમરગામ GIDC રોડ ઉઓર પડેલા ખાડામાં ડમ્પર ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાડામાં ફસાયેલા ડમ્પરને બહાર કાઢવા JCBની મદદ લેવાઈ હતી. ત્યારબાદ વાહન વ્યવહાર સામાન્ય થયો હતો. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વાર નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં માછલી પકડવા ન જાવા સૂચના આપવામાં આવી છે.

વરસાદી પાણી ભરાયા

વલસાડ શહેર અને ઉમરગામ શહેરમાં ભારે વરસાદ થતાં મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વલસાડ શહેર અને ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદીનો યોગ્ય નિકાલ ન થવાથી વરસાદી પાણીનો રસ્તા ઉપર ભરાવો થતા વાહન ચાલકની હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો