મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ચોમાસાના આગમન પહેલા જ ભૂવા પડવાનું શરૂ, AMCની પ્રી-મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ

અમદાવાદમાં વરસાદની સિઝન શરૂ થાય તે પહેલા જ ભૂવા પડવાની સમસ્યા વકરી છે, જે AMCની પ્રી-મોન

અમદાવાદમાં વરસાદની સિઝન શરૂ થાય તે પહેલા જ ભૂવા પડવાની સમસ્યા વકરી છે, જે AMCની પ્રી-મોન્સૂન કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. શહેરના વ્યસ્ત એવા SG હાઈવે પર ગોતાથી સોલા તરફ જતા સર્વિસ રોડ પર મસમોટો ભૂવો પડતા વાહનચાલકોમાં ભયનો માહોલ છે.

અમદાવાદમાં ભૂવા પડવાની સમસ્યા હવે જાણે બારમાસી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દર વર્ષે કરોડોના ખર્ચે રસ્તાઓ રીપેર કરવામાં આવે છે, છતાં સામાન્ય સંજોગોમાં પણ રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે.

આ સમાચાર શેર કરો