VIDEO: આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરની આગાહી, અમદાવાદમાં ગરમીનું જોર યથાવત્
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. સુર

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ સહિતના વિસ્તારોમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, ત્યારબાદ વરસાદ અન્ય જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધશે.
ચોમાસું હાલ મહારાષ્ટ્રથી બિહાર સુધી પહોંચ્યું છે.બીજી તરફ રાજ્યમાં ગરમીનું જોર પણ યથાવત છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી નોંધાયું છે અને આગામી દિવસોમાં પણ પારો ૪૨ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આમ એક તરફ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ થશે.




