મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વરસાદે ખોલ્યુ ભ્રષ્ટાચારનું લીકેજ, મે મહિનામાં સ્કૂલનું 2.10 કરોડના ખર્ચે રીનોવેશન અને જુલાઈમાં ક્લાસમાં પાણી જ પાણી

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડિંડોલી શાળામાં 2024માં મે મહિનામાં રિનોવેશન

સુરતમાં વરસાદે ખોલ્યુ ભ્રષ્ટાચારનું લીકેજ, મે મહિનામાં સ્કૂલનું 2.10 કરોડના ખર્ચે રીનોવેશન અને જુલાઈમાં ક્લાસમાં પાણી જ પાણી

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડિંડોલી શાળામાં 2024માં મે મહિનામાં રિનોવેશન થયેલી કામગીરીમાં ભ્રષ્ટાચારનું લીકેજ થઈ રહ્યું છે. બે મહિના પહેલા 2.10 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે. પરંતુ, પહેલા વરસાદમાં જ રિનોવેશન માટે ખર્ચેલા 2.10 કરોડ પાણીમાં વહી ગયાં છે.

સમિતિનું 960 કરોડનું બજેટ

અધધ ખર્ચ છતાં બે મહિનામાં જ સમિતિની સ્કુલની બારી પાસેના સ્લેબમાંથી વરસાદી પાણી સુધી વર્ગખંડમાં પડી રહ્યું છે. વર્ગખંડમાં પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 960 કરોડથી વધુનું બજેટ છે. પરંતુ સમિતિ માં ચાલતા ભ્રખ્ટાચારના કારણે આ પૈસાનો સદ્દઉપયોગ થતો નથી તેવા આક્ષેપ થઈ રહ્યો છે.  સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ડિંડોલી ગામતળમાં  કવિશ્રી સુરેશ દલાલ શાળા નંબર - 257 આવી છે. આ શાળાનું બાંધકામ 2015માં કરવામાં આવ્યું હતું.

ભોજન માટે શેડ બનાવાયો

શાળાના શિક્ષણનું સ્તર સારુ હોવા સાથે આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો વસવાટ કરતા હોવાથી શાળામાં સતત હાજરી વધી રહી છે. જેના કારણે હાલ મે મહિનામાં શાળાના ત્રીજા માળનું બાંધકામ કરવામા આવ્યું અને તેની સાથે વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન શેડ પણ બનાવવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો