ગુજરાતમાં વરસાદનું આગમન / છોટા ઉદેપુરમાં અઢી ઈંચ, ચીખલીમાં દોઢ ઈંચ વરસાદ, સાબરકાંઠા-અમરેલી સહિત આ જિલ્લામાં મેઘરાજા મહેરબાન
rain in Gujarat Chhota Udepur Chikhli Sabarkantha Amreli witness rainfall | Weather In Gujarat: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે મોડી રાત્રે સાબર

Weather In Gujarat: ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે મોડી રાત્રે સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો. બીજી તરફ શનિવારે (આઠમી જૂન) રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે (નવમી જૂન) રાજ્યાનો કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
છોટા ઉદેપુરમાં આવેલા કવાંટમાં 8 જૂને સવારના 6:30 કલાકે પવનની સાથે વીજળીના કડાકા સાથે કવાંટ સહિત તાલુકાના વિસ્તારમાં વરસાદની પધરામણી થઈ હતી. 3 વાગ્યા સુધીમાં સુધી કુલ 64 મીમી ધોધમાર વરસાદ પડયો હતો. નવસારીના ચીખલીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર,
9મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.
10મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.
11મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.
12મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
12મી જૂન સુધીમાં ભારે વરસાદ પડી શકે છે
ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યમાં આ વખતે 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ-મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.








