મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યના આ જીલ્લાઓમાં પડશે વીજળીના કડાકા સાથે વરસાદ, ત્રણ દિવસ પછી થશે તાપમાનમાં વધારો

ગઈકાલે રાજ્યભરમાં વંટોળિયા સાથે કમોસમી વરસાદે ખેડૂત

રાજ્યના આ જીલ્લાઓમાં પડશે વીજળીના કડાકા સાથે વરસાદ, ત્રણ દિવસ પછી થશે તાપમાનમાં વધારો

ગઈકાલે રાજ્યભરમાં વંટોળિયા સાથે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.ત્યારે રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રહેશે વરસાદી માહોલ છવાયો છે.


14 મે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી ,ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 મે બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે પવનની ગતિ 5થી 10 કિમી પ્રતિ કલાક રહેશે. તો બીજી તરફ બે દિવસ પછી ફરી એક વખત તાપમાનમાં પણ વધારો થશે. બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે.  હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. આજથી 16મી મે સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

આ સમાચાર શેર કરો