મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ પંથકના વાતાવરણમાં પલટો, ભારે કડાકા-ભડાકાં સાથે વરસાદથી થાંભલાઓ સાથે ઝાડ ધરાશાયી

વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી બપોર સુધી ગરમી અને

વલસાડ પંથકના વાતાવરણમાં પલટો, ભારે કડાકા-ભડાકાં સાથે વરસાદથી થાંભલાઓ સાથે ઝાડ ધરાશાયી

વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી બપોર સુધી ગરમી અને ઊકળાટના માહોલમાં બપોર બાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઝડપી પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની માહોલમાં વરસેલા વરસાદને કારણે થોડા જ સમયમાં રસ્તાઓ પાણી પાણી થયા હતાં.

થાંભલાઓ પડી ગયા

સાંજના સમયે વલસાડના કપરાડા પારડી વાપી ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક જ વરસેલા વરસાદને કારણે લોકોને પરેશાની થઈ હતી. થોડા સમય સુધી ઝડપી પવન અને વીજળીના કડાકા સાથે વાવાઝોડા જેવા માહોલમાં વરસાદ વરસતા અનેક વિસ્તારમાં વીજ થાંભલાઓ પડી ગયા હતા. 

ઝાડ પડવાના બનાવ બન્યા

કેટલીક જગ્યાએ ઝાડ પડી જવાના પણ બનાવો બન્યા હતા. આથી રસ્તાઓ પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડાંગર સહિત ખેતીના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો