સુરતમાં ધાડપાડુ ગેંગ સક્રિય, એક સોસાયટીના 3 મકાનમાં દરવાજા તોડી ત્રાટક્યા પણ લોકો જાગી જતા...
સુરતમાં પોલીસની ખાખીનો ખૌફ ઓસરતો જતો હોય તેવી સ્થિતનું નિર્માણ થયું છે. જ્હાંગી

સુરતમાં પોલીસની ખાખીનો ખૌફ ઓસરતો જતો હોય તેવી સ્થિતનું નિર્માણ થયું છે. જ્હાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે 10 જેટલા ઘાડપાડુઓ ત્રાટક્યા હતાં. દરવાજા તોડવાના સાધનો સાથે આવેલા ધાડપાડુઓએ ત્રણ મકાનોને નિશાને લીધા હતાં. જો કે, લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સ્થાનિકોએ સવાલો ઉભા કર્યા હતાં.
3 મકાનોને નિશાને લીધા
જહાંગીરપુરા વિસ્તારમાં ધાડ પાડું ગેંગ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસના ખૌફ વગર લૂંટ અને ઘાડ પાડવા 10 જણાની ગેંગ થઇ સક્રિય થઈ છે. જહાંગીરપુરામાં આવેલ બી.આર.પાર્કમાં લૂંટ કરવાના ઇરાદે ગેંગ ઘુસી ગઈ હતી. લૂંટારુ દ્વારા બી.આર.પાર્ક રો હાઉસમાં ત્રણ મકાનોને નિશાને બનાવવામાં આવ્યા હતાં.
સ્થાનિકોમાં રોષ
લૂંટારૂઓએ સાધન વડે ત્રણ મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી. અચાનક સ્થાનિકો જાગી જતા લૂંટારૂઓ બાજુના ખેતરમાં ભાગ્યા હતાં. લૂંટારૂઓએ પાસેના દરવાજાના નકુચા તોડવાના સાધનો નજીકના ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યા હતાં. લૂંટના ઇરાદે આવેલા લૂંટારુ ગેંગ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. સ્થાનિક લોકોમાં પોલીસની કાર્યવાહીને લઈને સવાલો ઉભા કર્યા છે.








