મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સગી બહેનના ઘરમાં જ ભાઈએ કરી ચોરી, જીજાજીએ મોપેડ માટે પૈસા ન આપતાં ચોર્યા 5.33 લાખ

દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શને પણ મોટી સંખ્યામાં ગયા હતાં. ત્યા

સગી બહેનના ઘરમાં જ ભાઈએ કરી ચોરી, જીજાજીએ મોપેડ માટે પૈસા ન આપતાં ચોર્યા 5.33 લાખ

દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શને પણ મોટી સંખ્યામાં ગયા હતાં. ત્યારે ઉમરા વિસ્તારમાંથી એક પરિવાર સૌરાષ્ટ્રના વિરપુર અને પાલિતાણા ગયા હતાં. આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલી લોખંડના દરવાજાનું તાળુ તોડી ઘરમા પ્રવેશ કરી ઘરના કબાટમાં મુકેલ રોકડા 51,000 તથા સોનાના આશરે 137.5 ગ્રામના દાગીના જેની અંદાજીત કિંમત 4,81,250 તેમજ સી.સી.ટી.વી. કેમેરાના રેકોડીંગ માટે લગાવ્યું હતું. તે ડી.વી. આર. જેની અંદાજીત કિંમત 1000/- મળી કુલ 5,33,250 ના મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી હતી.

આ પણ વાંચોઃયુવકે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ ને મિત્ર કરતો રખવાળી, બદનામીના ડરે યુવતીએ કર્યો આપઘાત

બહેન આર્થિક રીતે સધ્ધર હતા

આ ઘરફોડ ચોરીનો ગુનો ફરી યાદી અમ્રુતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ કરી હતી. સાળા જયકુમાર સુરેશભાઇ ભંડારીને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની બારીકાઇથી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં કબૂલાત કરી હતી કે તેની સગી બહેન બનેવીના ઘરમાં જ ચોરી કરી હતી. પોતાના બહેન બનેવી આર્થીક રીતે સધ્ધર છે અને બનેવી અમ્રુતભાઇ ભંડારીનાઓ વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઇબાબાના મંદિરમા પુજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. જેને લઇને પોતાને મંદીરમાં સેવા કરવા માટે નોકરી ઉપર રાખ્યા હતાં. જેમાં માસીક ૫૦૦૦/- પગાર અને જમવા માટેનું માસીક રાશન પુરૂ પાડે છે. 

20 હજારની ના પાડી

આજથી ત્રણેક મહિના પહેલા પોતે એક એકટીવા ખરીદવુ હતુ. જેના માટે ૨૦,૦૦૦ ઓછા પડતા હતાં. આ નાણા બહેન-બનેવી પાસે માંગણી કરતા તેઓએ આ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી તેને મનોમન ખુબ જ દુઃખ થયું હતું. ગઈ તા.૦૮/૧૧/૨૦૨૪ ના રોજ પોતાના બહેન-બનેવી પરીવારના સભ્યો સાથે પાલીતાણા અને વિરપુર દર્શનાર્થે ગયા હતા. તેઓના ઘરમાં અને અગાશી ઉપર આવેલ ફુલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયો અને ઘરના બીજા રૂમો બંધ હતા.

તાળુ તોડી ચોરી કરી

તે દરમ્યાન તા. ૧૦/૧૧/૨૦-૨૪ ના રોજ પોતે ઘરમાં મુકેલ રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરી ઘરમાં કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયેલ છે. તેઓ ભાસ ઉભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મુકેલ રોકડ તેમજ દાગીના ચોરી કરી લીધા હતા. આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લીપી આવાસ ખાતે આવેલ મકાનમાં છુપાવ્યા હતાં.

દાગીનાને ચણી દીધા

આરોપીના ઘરે બેડ રૂમની અભરાઇની નીચેની દિવાલે આવેલ ખાંચામાં દાગીના મુકી ઉપર વ્હાઈટ સીમેન્ટ લગાડી ચણતર કરી લીધું હતું. જે દિવાલ તોડી જુદા જુદા કુલ વજન-૨૪૯.૭૮ ગ્રામ, કુલ્લે ૧૬,૨૨,૯૬૦/- ની ની મત્તાના સોનાના દાગીના રીકવર કર્યા હતાં.આરોપીએ ડી.વી.આર.ની પણ ચોરી કરેલ તે ઓ.એન.જી.સી.બીજ ઉપરથી તાપી નદીમાં ફેંકી દિધેલ હોવાની કબુલાત કરેલ છે.

આ સમાચાર શેર કરો