રાહુલ ગાંધી ફરી એક વાર આવશે ગુજરાત, કોંગ્રેસની શિબિરનું કરશે સમાપન
ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવન

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આ શિબિરના અંતિમ દિવસે રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાત આવશે.
18 સપ્ટેમ્બરે લોકસભા વિપક્ષ નેતાના ગુજરાતમાં ધામા
જૂનાગઢની ભવનાથ તળેટીમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી કોંગ્રેસ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરના અંતિમ દિવસે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. 18 સપ્ટેમ્બરે લોકસભા વિપક્ષ નેતા જૂનાગઢમાં ફરી એક વાર કોંગ્રેસ કાર્યકરોને સંબોધશે. છેલ્લા છ મહિનામાં આઠ વખત રાહુલ ગાંધી ગુજરાત આવી ચુક્યા છે.




