મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'GUJARATમાં કોંગ્રેસની ઓફિસો તોડી, અમે ભાજપની સરકારને તોડીશું', અમદાવાદમાં રાહુલ ગાંધીનો હૂંકાર

અમદાવાદ પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને સંબોધ્યા હતા. ક

VIDEO: 'GUJARATમાં કોંગ્રેસની ઓફિસો તોડી, અમે ભાજપની સરકારને તોડીશું', અમદાવાદમાં રાહુલ ગાંધીનો હૂંકાર

અમદાવાદ પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને સંબોધ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી તે અનુસંધાને ગુજરાત પ્રવાસે આવ્યા છે.  કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાયેલા કાર્યકર્તાઓ સાથે જેલમાં મુલાકાત કરવા માટે કાર્યવાહી પણ કરી છે. 

રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલા વિશે કહ્યું કે જે રીતે એ લોકોએ અમારી ઓફિસો તોડી છે અમે પણ હવે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. રાહુલે કહ્યું કે દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી.

રાહુલ ગાંધીના ભાજપ પર પ્રચંડ પ્રહાર 

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને અમે નફરતથી નહીં પ્રેમથી હરાવીશું. રાહુલે ભાજપને લલકારતાં કહ્યું કે તમારો ફુગ્ગો ફૂટી ગયો છે. અમે 2017માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજો કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે.

'અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ હારશે ભાજપ...'

રાહુલ ગાંધીએ અમદાવાદના પાલડી ખાતે કોંગ્રેસના કાર્યાલયે સભાને સંબોધતાં કોંગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ભાજપને હરાવવા પર ભાર મૂકતાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.

રામમંદિર મુદ્દે શું બોલ્યાં 

રાહુલ ગાંધીએ રામમંદિર મુદ્દે કહ્યું કે રામમંદિરના ઉદઘાટન સમયે પણ કોઈ ગરીબ દેખાયું નહોતું. ફક્ત ધનિકો અને સેલિબ્રિટીઓની લાંબી લાંબી લાઈનો દેખાઈ રહી હતી. અયોધ્યાનમાં ભાજપની નીતિ નિષ્ફળ રહી અને આ કારણે જ ભાજપ અયોધ્યામાં હાર્યો. ભાજપે ભરપૂર પ્રયાસો કર્યા છતાં I.N.D.I.A. ગઠબંધન અયોધ્યામાં જીતી ગયું.  રાહુલે મોદીને પડકારતાં કહ્યું કે ગુજરાતથી જ નવી કોંગ્રેસની શરૂઆત થશે અને અમે અહીં જીતીશું. ગુજરાતની જનતા ડર્યા વિના લડશે તો અમે જીતી જઈશું.

આ સમાચાર શેર કરો