મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાબરડેરીના નામે રાજકીય કાર્યક્રમો પાછળ ડેરીનાં નાણાં વપરાતા હોવાના આક્ષેપો ચર્ચામાં

સોર્સ: gstv

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરીને લઈને વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર સાબરડેરીના લોગોવાળા કેટલાક પોસ્ટરો વાયરલ થતાં પશુપાલકોમાં ચર્ચા જાગી છે. વાયરલ પોસ્ટરોના આધારે ડેરીના નાણાંનો રાજકીય કાર્યક્રમો, રેલીઓમાં ભીડ એકત્ર કરવા, વાહનો અને ભોજનના ખર્ચ માટે ઉપયોગ થતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પશુપાલકોના હિત માટે કાર્યરત સહકારી સંસ્થાના નાણાંના ઉપયોગ અંગે સવાલો ઊઠી રહ્યા છે. બીજી તરફ, દૂધના યોગ્ય વળતરનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો