સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રંગરેલિયા? હોસ્ટેલમાં ડોક્ટરે થાઈ ગર્લ બોલાવતા બબાલ
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે સ્મીમે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે સ્મીમેર હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં રેસિડન્ટ ડોક્ટરે વિદેશી થાઈ ગર્લ બોલાવી હોવાથી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મધરાતે બોલાવાયેલી યુવતી સાથે માથાકૂટ થતાં તબીબે તમાચો ઝીંકી દીધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે, તબિયત બગડી હોવાથી તેણીની સારવાર પણ કરવામાં આવી હતી. જો કે, વાત છૂપાવતા તંત્ર દ્વારા કહેવાયું છે કે તપાસ કરીને જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.
રંગીન મિજાજી ડોક્ટરથી હોસ્પિટલ બદનામ
સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોય્ઝ હોસ્ટેલમાં યુવતીની શંકાસ્પદ હાજરી જોવા મળી હતી. શરૂઆતમાં કોઈને તેણી વિષે ખબર નહોત. જો તે બાદમાં બબાલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બબાલ રૂપિયાની લેતીદેતીમાં થઈ કે પછી કોઈ અન્ય કારણોસર તે સામે આવ્યુ નથી. પરંતુ રંગીન મિજાજી ડોક્ટરના કારણે ફરીથી એકવાર સ્મીમેર હોસ્પિટલ બદનામ થઈ છે.
રાત્રિના અંધારામાં વિદેશી ગર્લ આવી
કોઈનો જન્મદિવસ હતો કે પછી કોઈ અન્ય કારણોસર વિદેશી ગર્લને બોલાવવામાં આવી તે અંગે પણ હજુ કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી. જો કે રાત્રિના કાળા અંધારામાં આવેલી ગોરી યુવતીની વાત સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ફેલાઈ ગઈ છે. ત્યારે આ મામલે તંત્ર ફરીથી એકવાર ઢાંક પીછોણો કરે છે કે પછી યોગ્ય પગલાં લે છે તે જોવું રહ્યું..કારણ કે અગાઉ પણ અનેકવાર દારૂની બોટલો પણ મળી આવી હતી. જો કે કાર્યવાહીની વાતો વચ્ચે નક્કર કામગીરી જીરો રહેતી હોય તે હકીકત છે.








