સુરતમાં 'ફોન લગાઓ, UP જીતાઓ' લખેલા બેનર લાગ્યા, 20 લોકોને ફોન કરી પાટીલ સાથે ચા-નાસ્તો કરો!
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જો કે, સુરતમાં હજુ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જો કે, સુરતમાં હજુ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી રોજગારી અર્થે સુરતમાં વસવાટ કરતાં લોકો માટે હજુ પ્રચાર થઈ રહ્યો છે. સુરતમાં હિન્દીભાષી વિસ્તારોમાં ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યાં છે. જેમાં યુપીમાં વસતા પોતાના સ્નેહીજનોને ફોન કરીને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. બેનરમાં ફોન કરનારને સી.આર.પાટીલ સાથે ચા-નાસ્તા અને ફોટોની તક મળશે તેવી લાલચ પણ આપવામાં આવી રહી છે.
ભાજપને જીતાડવા અપીલ
ઠેર ઠેર જાહેર જગ્યા પર ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સાથે સંગીતા પાટીલના ફોટો લગાવવામાં આવ્યાં છે. ફોન લગાવો યુપી જીતાઓના સૂત્રનો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે. તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક મળશે.
પ્રચારનો નવો રસ્તો
યુપીના 20 લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની અપીલ બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા હશે. તેનું નામ નંબર લોકસભાની વિગત જે તે ફોન કરનારે આપવાની રહેશે. ત્યારબાદ 4 જૂન પછી આ વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. સુરતથી એક ગ્રુપ પ્રચાર માટે યુપી ગઈ છે ત્યારબાદ આ પ્રકારનો પ્રચાર ભાજપને કેટલો લાભ પહોંચાડશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.








