Video: અકસ્માત બાદ જાહેરમાં મારામારી

ભરૂચની શ્રવણ ચોકડી પાસે બે વાહનો વચ્ચે સામાન્ય ટક્કર બાદ વાહનચાલકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. અકસ્માત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મારામારીના દૃશ્યો કોઈએ મોબાઇલમાં કેદ કરી લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય અકસ્માત બાદ જાહેરમાં થયેલી મારામારીની ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી છે.








