મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત: વડોદરા પાસે ટ્રક પાછળ કાર ધૂસી જતાં બાળક અને મહિલાના કરુણ મોત

સોર્સ: gstv

વડોદરા નજીક પાદરા પાસે બે દિવસથી બંધ હાલતમાં ઊભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ઇલેક્ટ્રિક કાર ધૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક માસૂમ બાળક અને મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કારમાં બાળકો સહિત પાંચથી વધુ લોકો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ગાડીના પતરા ચીરીને ભારે જહેમત બાદ મૃતકોના શબ બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ માەમે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો