Video: મહેસાણાના સતલાસણા પાસે કરુણ અકસ્માત: મીની પાવાગઢ પહાડ પર દર્શન કરવા ગયેલું દંપતી એક્ટિવા સ્લીપ થવાથી નીચે પટકાયું, બંનેના મોત

મહેસાણા સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે આવેલા અને મીની પાવાગઢ તરીકે જાણીતા પહાડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાલડી ગામથી મહાકાળી માતાજીના દર્શને આવેલા રમણ ઠાકોર અને તેમની પત્ની ચંદ્રિકા ઠાકોર એક્ટિવા લઈને પહાડ પર આવ્યા હતા….દર્શન કરીને પરત ફરતી વેળાએ અચાનક એક્ટિવા સ્લીપ થઈ જવાથી આ દંપતી પહાડ પરથી નીચે પટકાયું હતું. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. એક સાથે ઘરના બે મોભીઓના અચાનક અવસાનથી સાલડી ગામે અને મૃતકના પરિવારમાં શોકની કાળી ડિબાંગ રાત્રી છવાઈ ગઈ છે. પોલીસે આ અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.




