મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના મામલે પી.ટી. જાડેજાએ ઉઠાવ્યાં સવાલ, જુઓ શું કહ્યું

સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના મામલે આગેવાન પી.ટી. જાડેજાએ સમિતિની રચના પર અનેક સવ

સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના મામલે પી.ટી. જાડેજાએ ઉઠાવ્યાં સવાલ, જુઓ શું કહ્યું

સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના મામલે આગેવાન પી.ટી. જાડેજાએ સમિતિની રચના પર અનેક સવાલ ઉઠાવ્યા છે. પી.ટી. જાડેજાએ નિવેદનમાં જણાવ્યું કે ક્ષત્રિય અસ્મિતા મંચની રચનાથી સમાજ સહમત નથી. જો રાજકીય હેતુથી જ આ મંચની રચના કરવી હોય તો સીધી જાહેરાત કરી દેવી જોઈએ. જો સંગઠન જ બનાવવું હતું તો ક્ષત્રિય સંકલન સમિતિને મોટી કરવાની જરૂર હતી. સમાજને સાથે રાખીને સમિતિની રચના કરવાની જરૂર હતી. માત્ર 500-1000 લોકોને સાથે રખીને કાર્યક્રમ કરી લીધો, સમાજને ખબર છે, તમે રાજનીતિ માટે કરો છો. આ મંચથી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડશે. ક્ષત્રિય સંકલન સમિતિમાં અસ્મિતા મંચનું વિલીનીકરણ કરવું જોઈએ. જરૂર પડશે તો સમાજ માટે એક લાખ યુવાનોનું સંમેલન કરીશું. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો