VIDEO: Songadhમાં ઉકાઈ ડેમ સોલર પ્રોજેક્ટનો વિરોધ, ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસનો બળપ્રયોગ
તાપી જિલ્લામાં ઉકાઈ ડેમ પર બનનારા 1500 મેગાવોટના સોલર પ્રોજેક્ટને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. સોનગઢ
તાપી જિલ્લામાં ઉકાઈ ડેમ પર બનનારા 1500 મેગાવોટના સોલર પ્રોજેક્ટને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. સોનગઢ તાલુકાના સાતકાશી નજીક ગોલણ ગામે સર્વે અને માપણી માટે પહોંચી આવેલી ટીમ સામે સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો.વિરોધ દરમિયાન અંદાજિત 400 જેટલા લોકોના ટોળાએ પથ્થરમારો શરૂ કરતા પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને 12 ટીયર ગેસના સેલ છોડ્યા.પોલીસના જણાવ્યા મુજબ વિરોધ કરનારાઓ પથ્થર, લાકડા અને દાતરડાં જેવા સાધનો સાથે આવ્યા હતા. ઘટનામાં પીઆઈ આઈ.ડી. દેસાઈ અને પીએસઆઈ પી.એમ. ચૌધરી ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી છે. આ બનાવને પગલે હાલ તંત્રના આદેશ મુજબ સર્વેની કામગીરી અત્યારે રોકી દેવામાં આવી છે અને પોલીસ તરફથી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.



