મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Tapiના ધારાસભ્યનો ‘લેટર બોમ્બ’,વાલોડ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

તાપી જિલ્લાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ જિલ્લા એસપી ને પત્ર લખી વાલોડ પોલીસ પર મારામાર

તાપી જિલ્લાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ જિલ્લા એસપી ને પત્ર લખી વાલોડ પોલીસ પર મારામારી કરનાર તત્વોને પ્રોત્સાહિત કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે આદિવાસી પંચના નામે બિનઅધિકૃત પંચ રચી, આરટીઆઈ દ્વારા તથા ધાકધમકી આપી પૈસા ઉઘરાવતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ગત 9 ઑગસ્ટે બુહારી ખાતે પોલીસની હાજરીમાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝોલઝપાટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેરમાં અપશબ્દો બોલતા અને ઝઘડો કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્યે કરી છે.ધારાસભ્યના પત્રમાં આ પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે પોલીસ આવા મારામારી કરનાર તત્વોને પ્રોત્સાહિત કરી રહી છે.

આ સમાચાર શેર કરો