મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરત ગ્રામ્યમાં વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર બાદ હવે વીજ લાઈનનો મુદ્દે સુરતના ગ્રામ્ય વિસ્તારો સુધી પહ

કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર બાદ હવે વીજ લાઈનનો મુદ્દે સુરતના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં સણવલ્લા ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ખેડૂતોની જમીનમાં પાવર ગ્રીડની 765 કેવી.ની વીજ લાઇન નાખવા મુદ્દે બબાલ થઈ હતી. વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો રોષે ભરાયા છે.

ખેડૂતોનું કહેવું છે કે હજુ યોગ્ય વળતર માટે કોઈ સ્પષ્ટતા થઈ નથી અને વીજ લાઈન નાંખવાનું કામ શરૂ કરી દેવાયું છે. પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરાતાં કામગીરી રોકવા જતાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરતાં રોષ વધ્યો હતો. ખેડૂતોએ વિરોધ કરતાં કર્મચારીઓ જતા રહ્યા, પરંતુ પોલીસે દબાણ કરતાં બબાલ થઈ હતી અને ખેડૂતોએ આક્રમક બની પોલીસનો હુરિયો બોલાવ્યો હતો. 

આ સમાચાર શેર કરો