મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ઓટો રિક્ષામાં ફ્લેગ મીટરનો વિરોધ, પોલીસની કાર્યવાહીથી બચવા હાઇકોર્ટમાં રિટ

અમદાવાદમાં ઓટો રિક્ષામાં 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ફરજીયાત કરવામાં આવ્યા છે. અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુન

અમદાવાદ: ઓટો રિક્ષામાં ફ્લેગ મીટરનો વિરોધ, પોલીસની કાર્યવાહીથી બચવા હાઇકોર્ટમાં રિટ

અમદાવાદમાં ઓટો રિક્ષામાં 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ફરજીયાત કરવામાં આવ્યા છે. અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનોએ હાઇકોર્ટમાં રિટ કરી છે. 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ના લગાવનારા સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી ના કરવા અને દંડને રદ કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે.

હાઇકોર્ટમાં ફ્લેગ મીટર ફરજીયાત કાયદાને રદ કરવા અરજી

ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે અરજી કરતા કહ્યું કે, માત્ર ઓટો રિક્ષામાં જ ફ્લેગ મીટર લગાવવાનો કાયદો એ ઓટો રિક્ષા ચાલકોના બંધારણીય અધિકાર આર્ટિકલ 14નો ભંગ છે.કાયદા મુજબ દરેક પ્રકારના પરમીટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઇએ. માત્ર ઓટો રિક્ષા ચાલકો માટે જ ફરજિયાત મીટર એ ભેદભાવવાળી નીતિ છે.આ સાથે જ ઓલા,ઉબેર અને રેપિડો સહિતની કંપનીઓના વાહનોમાં મીટરનો ઉપયોગ થતો નથી તે પણ કાયદાનું ઉલ્લંઘન હોવાનું અરજદારે જણાવ્યું છે.

આ પણ વાંચો: મહાકુંભમાં પહેલીવાર તૈયાર કરાઇ ડૉમ સિટી, યાત્રાળુઓ માટે ખાસ સુવિધા, જાણો કેટલું છે ભાડું

1 જાન્યુઆરીથી અમદાવાદમાં ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજીયાત

અમદાવાદમાં 1 જાન્યુઆરી 2025થી હવે મીટર વગરની રિક્ષાના ચાલકને દંડ ફટકારવામાં આવશે. મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરાવવી ફરજિયાત બનશે. અમદાવાદ પોલીસના આ 

આ સમાચાર શેર કરો