મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં પાલિકાની નિષ્ફળતાનો પુરાવો, રખડતાં પશુની અડફેટે આવતા આધેડે ગુમાવ્યો જીવ

વડોદરામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જેને પગલે પાલિકાની શહેરને રખડતા

વડોદરામાં પાલિકાની નિષ્ફળતાનો પુરાવો, રખડતાં પશુની અડફેટે આવતા આધેડે ગુમાવ્યો જીવ

વડોદરામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જેને પગલે પાલિકાની શહેરને રખડતા ઢોર ફ્રી કરવાની નીતિ સામે સવાલો ઉઠ્યા છે. રખડતા પશુની અડફેટે આવતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ખાનગી કંપનીમાં ફરજ બજાવતા આધેડ કર્મચારીનું રખડતા પશુની અડફેટે આવતા મોત થયું છે.

આ પણ વાંચો : વડોદરાના હરણી બોટકાંડમાં તમામ મૃતકો માટે વળતર જાહેર કરાયું, કુલ 14 લોકોએ ગુમાવ્યો હતો જીવ

ગિરીશભાઈ દળવી વારસીયા ઓફિસેથી છૂટીને રાત્રી સમયે ઘરે જતા હતા ત્યારે નાયરા પેટ્રોલ પંપ નજીક થી પસાર થતા હતા ત્યારે માતેલા સાંઢ ની જેમ આવતા પશુએ ભેટી મારી હતી. પશુની અડફેટે આવી ચડતા આધેડને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. મૃતક ગિરીશ ભાઈના પરિવાર દ્વારા પાલિકા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે રસ્તે રખડતા પશુઓ પર અંકુશ રાખવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. તંત્ર માત્ર દેખાડો કરતું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિવારે પાલિકા તંત્ર પાસેથી સહાયની માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો