મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં સ્નિફર ડોગની મદદથી પ્રોહિબીશનનો કેસ દાખલ કરાયો

ગુજરાતમાં હવે બૂટલેગરોની હવે ખેર નથી.પોલીસ હવે દારૂના દુષણને ડામવા માટે ખૂણે ખૂણેથી દારૂના અ

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં સ્નિફર ડોગની મદદથી પ્રોહિબીશનનો કેસ દાખલ કરાયો

ગુજરાતમાં હવે બૂટલેગરોની હવે ખેર નથી.પોલીસ હવે દારૂના દુષણને ડામવા માટે ખૂણે ખૂણેથી દારૂના અડ્ડા અને પકડી રહી છે અને હવે આ માટે સ્નિફર ડોગની મદદ લેવામાં આવી રહી છે અને રાજકોટમાં સ્નિફર ડોગની મદદથી પ્રોહિબીશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુજરાતની પ્રથમ ઘટના છે. 

આ પણ વાંચો : ટ્રેન સળગાવનારા લોકોની પ્રશંસા, હિન્દુઓને ગુનેગાર દર્શાવાયા, ગોધરા કાંડ અંગેના આ પુસ્તક પર રાજસ્થાન સરકારનો પ્રતિબંધ

સ્નિફર ડોગ આદ્રેયએ પકડ્યો દેશી દારૂનો આથો

રાજ્યમાં બોમ્બ અને ડ્રગ્સ શોધવામાં પોલીસની મદદ કરનારા સ્નિફર ડોગ હવે પોલીસને હવે બુટલેગરોએ સંતાડેલો દારૂનો જથ્થો શોધવામાં મદદ કરશ. આવો પ્રથમ કેસ રાજકોટમાં બન્યો છે. રાજકોટ શહેરના ઢેબર રોડ પર રાજકોટ પોલીસના સ્નિફર ડોગે મહિલા બુટલેગરના ઘરમાં દેશી દારૂનો આથો ઝડપી પાડ્યો છે. આ મહિલા પર પ્રોહિબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

આદ્રેયને 9 મહિના ખાસ ટ્રેનિંગ અપાઈ 

રાજકોટ પોલીસના સ્નિફર ડોગ આદ્રેયને દારૂનો જથ્થો શોધી કાઢવા માટે અમદાવાદના નરોડામાં ખાતે આવેલી દરોગ ટ્રેનિંગ સ્કૂલમાં 9 મહિનાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. જમીન, મકાન, વાહનોમાં જો દારૂ સંતાડ્યો હશે તો સ્નિફર ડોગ પંજા મારી અથવા ભસીને પોલીસને સ્થળ દર્શાવી દેશે.

આ સમાચાર શેર કરો