પશુપાલકોએ દુધ નહીં ભરતા Sabar ડેરીમાં પ્રોડક્શન અટક્યું, કાલથી 2 જિલ્લામાં અમુલ બફેલો નહીં મળે
Sabarkantha News: સાબરકાંઠામાં પશુપાલકોના આંદોલનની અસર દેખાઈ રહી છે. યોગ્ય નફાની માંગ સાથે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે. ત્

Sabarkantha News: સાબરકાંઠામાં પશુપાલકોના આંદોલનની અસર દેખાઈ રહી છે. યોગ્ય નફાની માંગ સાથે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે. ત્રણ દિવસથી પશુપાલકોએ દૂધ ભરાવવાનું બંધ કર્યું છે. દૂધ બંધ થતાં સાબરડેરીના પ્રોડક્શન ઉપર અસર જોવા મળી છે. સાબરડેરીએ બટર, પનીર, દૂધ પાવડર, શિખંડના પ્લાન્ટ બંધ કર્યાની માહિતી મળી રહી છે. દૂધની અછતને લઈ વિતરણ વ્યવસ્થા ઉપર પણ અસર થઈ રહી છે. આવનાર સમયમાં પરિસ્થિતિ વિકટ બને તેવી ભીતિ સર્જાઈ રહી છે.
પશુપાલકો હજુ પણ તેમની માંગ સાથે અડગ છે. પશુપાલકોએ દુધ નહીં બરતા આવતીકાલથી અમુલ બફેલો દૂધ નહિ મળે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 500mlનું પાઉચ નહિ મળે. સાબરડેરીમાં દુધનું પ્રોડક્શન અટકી પડ્યું છે. પશુપાલકોના આંદોલનથી આમ લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સાબરડેરીના માર્કેટિંગ ગ્રુપમાં જાહેરાત કરાઈ છે. દૂધ વિતરકોને દૂધ સ્ટોકમાં નથી તેવી સૂચના અપાઈ છે.




