આજે પ્રિયંકા ગાંધીની બનાસકાંઠાના લાખણીમાં જનસભા, અમિત શાહનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
ગુજરાતમાં 7 મેએ લોકસાભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ પહેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ઝ

ગુજરાતમાં 7 મેએ લોકસાભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ પહેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં ગેનીબેન ઠાકોર માટે ચૂંટણી પ્રચાર કરશે.
અમિત શાહની છોટા ઉદેપુર-નવસારીમાં જનસભા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં ત્રણ જગ્યાએ જાહેર જનસભાને સંબોધશે. અમિત શાહ છોટા ઉદેપુર-નવસારી અને દમણમાં જનસભાને સંબોધશે તેમજ રોડ શો કરશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ભરૂચમાં નુક્કડ સભા કરશે અને વાગરા અને અંકલેશ્વરમાં સભા ગજવશે. અભિનેત્રી અને તાજેતરમાં ભાજપમાં સામેલ થયેલ રૂપાલી ગાંગુલી જેતપુરમાં મનસુખ માંડવિયા માટે પ્રચાર કરશે. મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા ભરૂચમાં પ્રચાર કરશે.






