VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત કરી, સ્વદેશી ‘જોરાવર’ ટેન્ક સહિતના ડિફેન્સ સાધનોનું નિરીક્ષણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાતે છે. તેઓ બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત માટે રવાના થયા હતા. હજીરા ખાતે પીએમ મોદી 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. PM મોદીએ સ્વદેશી જોરાવર ટેન્ક, અત્યાધુનિક હથિયાર, ડ્રોનનું નિરીક્ષણ કર્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ, તેઓ સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે.
ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પીએમ મોદીની જાહેર સભા
મળતા અહેવાલ પ્રમાણે હજીરાનો આ મહત્વપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત સુરત એરપોર્ટ આવશે અને ત્યાંથી બાય રોડ માર્ગ) સાંજે 4:00 થી 4:30 વાગ્યાની આસપાસ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પીએમ મોદીને આવકારવા માટે અને તેમની જાહેર સભાને સાંભળવા માટે માનવમહેરામણ ઉમટી પડ્યો છે.
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે. કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો ખાસ સંદેશ આપતા આશરે 2,000 લોકો સાયકલ પર આગમન કરશે. સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી સ્વચ્છતા અને પર્યાવરણનું જતન થઈ શકે. પાણીની બોટલના બદલે પરંપરાગત માટલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ અનુકૂળ વ્યવસ્થાનું પ્રતીક બન્યું છે. ઉપરાંત, ફ્લેક્સ બેનરોની જગ્યાએ હાથેથી રંગાયેલા હોર્ડિંગ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાર્યક્રમ સ્થળને વધુ સુંદર બનાવવા માટે નાગરિકોએ પર્યાવરણ થીમ પર આધારિત 5,000થી વધુ કલાકૃતિઓનું પ્રદર્શન પણ કર્યું છે, જે સમગ્ર આયોજનને અનોખો અને સંદેશાત્મક બનાવે છે.






