ફરી એક વાર વડાપ્રધાન મોદી ગુજરાતની લેશે મુલાકાત, આ મનપાના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના મહેમાન બનશે. તારીખ 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં એક કાર્યક્રમમા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના મહેમાન બનશે. તારીખ 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી તંત્ર તેમના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયું છે.
તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાત લેશે. 20 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન ભાવનગર આવશે, જ્યાં તેઓ GMB અને શિપિંગના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. આ કાર્યક્રમની સાથે મનપાના 100 કરોડના વિકાસના કામોનું પણ ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે.




