Surendranagar: પ્રાથમિક શાળાના ભૂલકાઓને અભ્યાસના બદલે સફાઈ કરવા મજબૂર કરાયા
ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત'ના સૂત્રો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓની વરવી વાસ્તવિકત

ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત'ના સૂત્રો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓની વરવી વાસ્તવિકતા સામે આવી છે. વઢવાણ તાલુકાના જોરાવરનગર પ્રાથમિક શાળામાં ભૂલકાઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાના સમાચારે ચકચાર મચાવી છે.
મળતી માહિતી મુજબ, જોરાવરનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવતા નાના બાળકોને શિક્ષણ આપવાના બદલે શાળાના પટાંગણની સફાઈ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પેનના સ્થાને કચરા ટોપલીઓ પકડાવામાં આવી હતી. અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામો કરાવામાં આવતા વાલીઓમાં રોષ છે. વાલીઓ અભ્યાસ માટે બાળકોને શાળાઓમાં મોકલે અને ત્યાં અન્ય પ્રવૃતિઓ કરાવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ફરી સરકારી શાળાઓમાં ચાલતા શિક્ષણ કાર્ય સામે સવાલ ઉઠ્યા છે.




