મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોડેલીના આલિખેરવાં પંચાયત ખાડે ગઈ, પ્રાથમિક સુવિધાની જગ્યાએ લોકોને દુવિધા મળતી હોવાની TDOને રજૂઆત

બોડેલી તાલુકાના આલિખેરવાં ગામની પંચાયત ખાડે ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. ઠે

બોડેલીના આલિખેરવાં પંચાયત ખાડે ગઈ, પ્રાથમિક સુવિધાની જગ્યાએ લોકોને દુવિધા મળતી હોવાની TDOને રજૂઆત

બોડેલી તાલુકાના આલિખેરવાં ગામની પંચાયત ખાડે ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. ઠેર ઠેર પડેલા ખાડા આલિખેરવાંમાં વિકાસના નામે મીંડુ બતાવી રહ્યા છે. જેથી કંટાળેલા લોકો કોંગ્રેસના નેતાઓ સાથે મળીને તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળેલી તેવી દહેશતની સાથે સાથે પ્રાથમિક સુવિધાઓની રજૂઆત કરી હતી.

રોગચાળો વકર્યો

આલિખેરવાંની સહયોગ સોસાયટી અને સંજારી સોસાયટીમાં વર્ષો થયા પણ રોડ રસ્તાનો આજે પણ અભાવ જોવાઇ રહ્યો છે. રોડ ન હોય ચોમાસાના સમયે કૂદકા મારીને ખાડામાંથી પસાર થવું પડે એ સ્વભાવિક છે. પણ હવે જ્યારે વરસાદ બંધ છે. ત્યારે પણ કેમ લોકોને તકલીફ વેઠવી પડી રહી છે. ચારો તરફ ગંદકીના ઢગલા ચારો તરફ ખાડામાં ભરાયેલ લીલવાળુ પાણી મચ્છરોનો તો એટલો ઉપદ્રવ છે કે, આ વિસ્તારના ધણા લોકો બીમારીમાં સપડાયા છે. કેટલાક હોસ્પિટલમાં તો કેટલાક ઘરમાં કણસી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે, ગટર લાઈનો તો નાખવામાં આવી નથી. પીવાના પાણી પણ ગંદા પાણી સાથે મિક્સ થઈ જાય છે. પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરવા જાય છે તો કોઈ જવાબ મળતો નથી. એટલે સુધી કે ફોન કરવામાં આવે છે, તો ફોન પણ રિસીવ કરવામાં આવ્યો નથી. જેથી લોકોમાં તંત્રને લઇ ભારે નારાજગી જોવાઇ રહી છે. 

તાલુકા કક્ષાએ રજૂઆત

કંટાળી ગયેલા લોકોએ કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે તાલુકા વિકાસ અધિકારીને મળવા ગયા ગંદકીને લઇ રોગચાળો ફાટી નીકળશે. તેવી અને કેટલાક લોકો બીમારીમાં સપડાયા છે. તેવી રજૂઆત કરી હતી. જોકે તાલુકા વિકાસ અધિકારીએ તેમની વાત પણ સાંભળી છે. ખરેખર વિકાસની વાતો જો કરવામાં આવતી હોઈ તો અલીખેરવા ગામના લોકો કેમ વિકાસથી વંચિત છે કેમ રોડ રસ્તાની સુવિધાથી વંચિત છે. કેમ લોકોને બીમારીમાં સપડ્યા છે. તેવા સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો