દાહોદ પોલીસની મદદથી ગર્ભવતી મહિલાની થઈ સફળ ડિલિવરી
દાહોદ પોલીસની મદદથી ગર્ભવતી મહિલાની સફળ ડિલિવરી થઇ છે. પોલીસની મદદથી સમયસર હોસ્પિટલ પહોંચી હતા

દાહોદ પોલીસની મદદથી ગર્ભવતી મહિલાની સફળ ડિલિવરી થઇ છે. પોલીસની મદદથી સમયસર હોસ્પિટલ પહોંચી હતા આ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.
બસમાં શરૂ થયું લેબર પેઈન
મધ્યપ્રદેશથી દંપત્તિ બસમાં બેસીને ભરૂચ જઈ રહ્યું હતું. આ દરમિયાન દાહોદ નજીક રોઝમ ગામ પાસે બસ પહોંચતા આ ગર્ભવતી મહિલાને બસમાં લેબર પેઈન શરૂ થયું હતું, જેથી બસને ઉભી રાખીને 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો.
પોલીસવાનમાં મહિલાને હોસ્પિટલ લઇ જવાઈ
જો કે આ દરમિયાન દાહોદ પોલીસની એક વાન પેટ્રોલિંગમાં ત્યાંથી પસાર થતા પોલીસની મદદ લેવામાં આવી હતો. પેટ્રોલિંગમાં રહેલા પોલીસ જવાનો આ મહિલાને પોલીસવાનમાં બેસાડીને સિવિલ ઝાયડસ હોસ્પિટલ લઈ ગયા હતા.
મહિલાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો
પોલીસની મદદથી સમયસર હોસ્પિટલ પહોંચેલી મહિલાની સફળ ડિલિવરી થઇ હતી અને મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલાના પરિવારજનોએ દાહોદ પોલીસનો આભાર માન્યો હતો.






