મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહીસાગર : એસટી બસમાં ગર્ભવતી મહિલાને શરૂ થઈ પ્રસુતિની પીડા, જુઓ પછી શું થયું

MahiSagar News : અમદાવાદ-ઝાલોદ એસ.ટી બસમાં મુસાફરી કરતી ગર્ભવતી મહિલાને બસમાં જ પ્રસુતિની પીડા શરૂ થઈ હતી

મહીસાગર : એસટી બસમાં ગર્ભવતી મહિલાને શરૂ થઈ પ્રસુતિની પીડા, જુઓ પછી શું થયું

MahiSagar News : અમદાવાદ-ઝાલોદ એસ.ટી બસમાં મુસાફરી કરતી ગર્ભવતી મહિલાને બસમાં જ  પ્રસુતિની પીડા શરૂ થઈ હતી. આ બસ લુણાવાડા-બાલાસિનોર રોડ પર વરધરી ખાતે પહોચતા એસ.ટી. બસમાં ઝાલોદની મહિલાને પ્રસૃતી થતાં મુસાફરો ચોંકી ઉઠ્યા હતા. આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. 

કંડકટરે સતર્કતા રાખી એસ.ટી. બસ થોભાવીને 108 એમ્બ્યુલન્સને  બોલાવી હતી. 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં સ્થળ પર આવી પહોંચી હતી અને માતા અને બાળક બંનેને  લુણાવાડા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. માતા-બાળક બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં પણ બની હતી આવી ઘટના

1 જાન્યુઆરીના રોજ રાજકોટમાં પણ આવી ઘટના ઘટી હતી, જેમાં  એસ.ટી.બસપોર્ટમાં એક મહિલા મુસાફરને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ બોલાવાઇ હતી. બસ પોર્ટમાં કોઇ જ મેડિકલ સુવિધા ન હતી, તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવાઇ હતી અને 108 આવે ત્યાં સુધી અન્ય મહિલા મુસાફરો ફરતે ચાદર રાખી ઉભી રહી હતી. મહિલા મુસાફરને નોર્મલ પ્રસૂતિ થઇ હતી અને પુત્રને જન્મ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો