મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ માટે સુરતમાં પ્રાર્થના, વિદ્યાર્થીઓએ વિધ્નહર્તાની સ્થાપ્ના સાથે કરી પૂજા

NASAનાં અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઈનરમાં ફસાયેલ અવકાશયાત્રી સુનીતા વિલ

અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ માટે સુરતમાં પ્રાર્થના, વિદ્યાર્થીઓએ વિધ્નહર્તાની સ્થાપ્ના સાથે કરી પૂજા

NASAનાં અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઈનરમાં ફસાયેલ અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર સુરક્ષિત પાછા ફરે એ માટે વિદ્યાકુંજ સ્કૂલ વિદ્યાર્થી મંડળ આયોજિત વિધ્નેશ્વર ગૌરી ગણેશને આજ રોજ વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા અવકાશ યાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઈનરમાં ફસાયેલ અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર સુરક્ષિત પાછા ફરે એ માટે વિઘ્નહર્તા ગૌરી ગણેશની સ્થાપના શાળાના કેમ્પસ ખાતે કરવામાં આવી હતી. 

ગૌરી ગણેશની સ્થાપ્ના

સનાતન હિન્દુ ધર્મના દેવાધી દેવ ભગવાન ગણેશજી સર્વ ધર્મના શુભ મંગલકર્તા છે, વિધ્નહર્તા છે. તારીખ ૭ સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો દશ દિવસીય ધાર્મિક તહેવાર ઉજવવા લાખો ભકતો થનગની રહયાં છે. ભાદરવા સુદ ચતુર્થીથી ચૌદશ સુધીના આ તહેવારનો મહિમા અનેરો છે, ત્યારે વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ ધ્વારા અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી.સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળ અને તેમાં પણ ગુજરાતની છે. શ્રદ્ધા ભકિત અને પ્રાર્થનાની વિશેષ વાત તો એ છે કે સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રામાં જતાં પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ્‌ગીતા સાથે લઈ ગયા છે. એ જ બતાવે છે કે, વિજ્ઞાન પણ પ્રાર્થનાની શકિતને માને છે. 

315 મૂર્તિની સ્થાપ્ના

પ્રાર્થના શકિત અને તે પણ વિધ્નહર્તા ગણેશજીની પ્રાર્થના જયારે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ત્યારે આ દશ દિવસ દરમ્યાન સુનિતાવિલિયમ્સ અને વિલ્મોર માટે પ્રાર્થના કરીએ ભગવાન ગણેશજી તેમના વિધ્નો દૂર કરી તેમને હેમ–ખેમ પાછા લાવે તેવા હૃદયના ભાવ સાથે વિદ્યાકુંજ વિદ્યાર્થી મંડળ અને સમગ્ર વિદ્યાકુંજ પરિવાર દ્વારા શાળામાં અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે. ગૌરી ગણેશની સાથે વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી માટીની ૩૧૫ નાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે. જેની સાથે  સુનિતાવિલિમ્સ અને વિલમોરના વિધ્ન દૂર થાય અને જલ્દીથી હેમખેમ પૃથ્વી પર પાછા ફરે તે માટે ભગવાન ગણેશજીને રાજી કરવા સતત ચાર કલાક વિધ્નહર્તા ગણેશજીની અખંડ ધૂન કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો