VIDEO : સાપકડામાં વીજલાઈન વિવાદ ગરમાયો: ખેડૂતોના વિરોધ વચ્ચે મેવાણીનો કંપની-પ્રશાસન પર પ્રહાર
હળવદના સાપકડા ગામમાં વીજલાઈનના કામમા છેલ્લા એક મહિનાથી
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
હળવદના સાપકડા ગામમાં વીજલાઈનના કામમા છેલ્લા એક મહિનાથી ભારે નારાજગી છે...કિસાન સંઘર્ષ સમિતી જ્યાં જ્યાં કંપની નિયમ વિરુદ્ધ કામ કરી રહી છે ત્યાં કામ અટકાવી રહી છે..સાપકડામાં પણ 18 વીજપોલનું કામ ચાલુ છે..જ્યાં કેટલાક ખેડૂતોને તો વળતર જ ન મળ્યું હોવાનો ખેડૂતોનો સીધો આક્ષેપ છે..ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયાએ સાપકડા પહોંચી કંપની અને પોલીસ પ્રશાસન સામે આકરાં પ્રહારો કર્યાં..આગેવાનોએ કહ્યું કે, આટલો અત્યાચાર થઈ રહ્યો છે શું તમારી માણસાઈ મરી ગઈ છે..? એક તો પરવાનગી વગર ખેતરમાં કામ કરવામાં આવે છે અને વિરોધ કરવામાં આવે તો લાઠીચાર્જ કરવામાં આવે છે..