હળવદમાં યોજાયેલા ‘સ્વચ્છતા અભિયાન’ અને ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમને લઈને વિવાદ ઊભ
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
હળવદમાં યોજાયેલા ‘સ્વચ્છતા અભિયાન’ અને ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમ દરમિયાન સાંસદ ચંદુભાઈ સિહોરા અને ભાજપના આગેવાનો દ્વારા સાવરણા વડે સફાઈ કરવામાં આવી હતી. જોકે બાદમાં એ જ સ્થળે સ્વીપર મશીનથી સફાઈ કરવામાં આવી હોવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. વિરોધીઓ આ અભિયાનને માત્ર ફોટો સેશન ગણાવી રહ્યા છે. વાયરલ થયેલી તસવીરોને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ છે, જ્યારે સમગ્ર મામલે ભાજપના સ્થાનિક આગેવાનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.