મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીની 15મીઓક્ટો.થી શરૂ થતી તમામ પરીક્ષાઓ મોકૂફ, લેવાયો આ નિર્ણય  

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 15મી ઓક્ટોબરથી લેવામાં આવનારી બી.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ સ

ગુજરાત યુનિવર્સિટીની 15મીઓક્ટો.થી શરૂ થતી તમામ પરીક્ષાઓ મોકૂફ, લેવાયો આ નિર્ણય  

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 15મી ઓક્ટોબરથી લેવામાં આવનારી બી.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર 3ની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરીને આગામી 11મી નવેમ્બર એટલે કે દિવાળી પછી લેવાનું નક્કી કરાયું છે. યુનિવર્સિટી દ્વારા સત્તાવાર એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની કોલેજો પૈકી આગામી 15મી ઓક્ટોબરથી બપોરે 3થી 5-30 દરમિયાન જે બી.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર 3ની પરીક્ષા લેવામાં આવનાર હતી તે અનિવાર્ય સંજોગોના કારણે સ્થગિત કરવામાં આવી છે. 

યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની વિવિધ પરીક્ષાઓ 11મી ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે તે આગામી 11મી નવેમ્બર એટલે કે દિવાળી પછી લેવાનું નક્કી કરાયું છે. આમ, હવે સેમેસ્ટર 3ની પરીક્ષા અંદાજે માસ જેટલી મોડી લેવામાં આવશે.

સૂત્રો કહે છે કે, આ દિવસો દરમિયાન જીપીએસસી દ્વારા વર્ગ 2ની વિવિધ પરીક્ષાઓ લેવામાં આવનાર હોવાથી આ પરીક્ષા આપતાં ઉમેદવારોની બેઠક વ્યવસ્થા જુદી જુદી કોલેજોમાં રાખવામાં આવે છે. જેના કારણે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ આપતાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાની મુશ્કેલી ઊભી થાય તેમ હોવાથી યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પાછળ લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

સૂત્રો કહે છે કે, અન્ય સરકારી કે ખાનગી પરીક્ષાઓના સંચાલન અને આયોજન માટે વધારે રૂપિયા મળતાં હોવાથી અનેક કોલેજ સંચાલકો કે કેટલાક આચાર્ય આ પ્રકારની પરીક્ષાઓના આયોજનમાં વિશેષ ધ્યાન અને પ્રાથમિક્તા આપી રહ્યા છે. જેના કારણે ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી કોલેજો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી પૂર્ણ કર્યા પછી પણ અંદાજે એક મહિના જેટલો સમય રાહ જોવી પડશે. આ ઉપરાંત નવા શૈક્ષણિક સત્રના પ્રારંભમાં પણ મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

મહત્ત્વની વાત એ કે, યુનિવર્સિટીના આ નિર્ણયના કારણે હવે વિદ્યાર્થીઓએ દિવાળી પહેલા અને નવરાત્રિ પછી જે પરીક્ષા આપી દેવાની હતી તે આપવા માટે દિવાળી પછી 15મી ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોએ નિયમ પ્રમાણે યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓને પ્રાથમિક્તા આપવાના બદલે જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને મહત્ત્વ આપી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો