મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan news: પૂર્વ કોંગી ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસને અલવિદા કર્યું હોવાની પોસ્ટ વાયરલ, સહ પ્રભારી તાત્કાલિક દોડ્યા

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસને અલવીદા કરી હોવાની પોસ્ટ વાયરલ થ

Patan news: પૂર્વ કોંગી ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસને અલવિદા કર્યું હોવાની પોસ્ટ વાયરલ, સહ પ્રભારી તાત્કાલિક દોડ્યા

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસને અલવીદા કરી હોવાની પોસ્ટ વાયરલ થતા ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. સોશિયલ મીડિયા ઉપર રઘુભાઈ દેસાઈના ફોટા સાથે પોસ્ટ વાયરલ થતા સોશિયલ મીડિયામાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પોસ્ટ ઉમાકાન્ત માંકડના પેજ પરથી  વાયરલ થઇ છે. હાલમાં રઘુ દેસાઈના નિવાસસ્થાને કોંગ્રેસનામોવડીમંડળની બેઠકોનો દોર શરૂ થયો છે. 

સંગઠનની કેટલીક બાબતોને લઈ રઘુ દેસાઈ નારાજ

વાયરલ થયેલી પોસ્ટમાં લખાયું છે કે ભાજપ સાથે સાંઠગાંઠ રાખનારને જ પક્ષમાં મહત્વ અપાતું હોવાથી પક્ષમાં રહી ન શકાય, જે બાદ કોંગ્રેસ નેતૃત્વ દ્વારા સમગ્ર મામલે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઈ છે. રઘુ દેસાઈની નારાજગી બાદ સહ પ્રભારી સુભાષીની યાદવે તેમની મુલાકાત કરી છે. રઘુ દેસાઈ દ્વારા સહ પ્રભારી સમક્ષ કેટલીક બાબતોને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પ્રદેશ નેતાઓ હાલ ખેડૂત આક્રોશ યાત્રામાં હોવાથી કોઈ વાત થઇ શકી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. સંગઠનની કેટલીક બાબતોને લઈ રઘુ દેસાઈ નારાજ હોવાની વિગતો સામે આવી રહી છે. 

આ સમાચાર શેર કરો