પોરબંદરના વ્યાજખોર કાંધલ જાડેજાના કાકીનો ઓડિયો વાયરલ, 75 લાખની સામે 4 કરોડની પઠાણી ઉઘરાણી

સોર્સ : google
પોરબંદરમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી હરીશ પોસ્તરિયાએ આરોપ લગાવ્યો કે, તેમણે 2012માં ભૂરા મુંજા પાસેથી 3 ટકા માસિક વ્યાજે 75 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે હિરલબાએ 4 કરોડથી વધુની પઠાણી ઉઘરાણી કરી.
પોરબંદર વ્યાજખોર કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાએ ભૂરા મુંજાના મોત બાદ હિરલબાએ ફરિયાદી પર દબાણ ચાલુ રાખ્યું. હવે હિરલબાનો ઓડિયો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.આ ઓડિયો વાયરલ થતાં હિરલબા અને તેમના સાથી હિરલ ઓડેદરા સામે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. પોલીસે તપાસ શરૂ કરી છે.

